Three Wheeler Loan Apply Online 2023 | થ્રી વ્હીલર લોન યોજના

Three Wheeler Loan Apply Online 2023 | થ્રી વ્હીલર લોન યોજના
 

Three Wheeler Loan Apply Online 2023 | થ્રી વ્હીલર લોન યોજના

Three Wheeler Loan Yojana Gujarat | Auto Rickshaw Loan | Government Loan Yojana | SC Nigam Loan Gujarat |Loan Detail in Gujarati | થ્રી વ્હીલરની લોન યોજના

ગુજરાત સરકારમાં અલગ-અલગ વિભાગો અને કચેરીઓ કાર્યરત છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર નીચે વિવિધ ડિપાર્ટમેન્ટ કામગીરી કરે છે. Gujarat Schedule Caste Development Corporation દ્વારા SC જ્ઞાતિઓ માટે ઘણી સરકારી યોજનાઓનો ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા SJE Gujarat હેઠળ અનુસુચિત જાતિ નિગમ દ્વારા ચાલતી Three Wheeler Loan Scheme વિશે માહિતી મેળવીશું.

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા સમાજના નબળાં વર્ગો માટે સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિઓ તથા ધિરાણ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Gujarat Schedule Cast માટે અરજી ઓનલાઈન કરવા માટે Online Portal બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ધિરાણ માટેની યોજનાઓની ઓનલાઈન અરજીઓ કરી શકો છો. અનુસૂચિત જ્ઞાતિઓ માટે GSCDC Online પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર રીક્ષા લોન યોજના, મારૂતિ ઈકો વાન પેસેન્‍જર ફોર વ્હીલર યોજના, નાના પાયાની ધંધા-રોજગાર માટે લોન વગેરેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય. આ યોજનાનો લાભ માટે શું પાત્રતા જરૂરી છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય?, તેના માટે ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

 

Three Wheeler Loan Gujarat માટેની પાત્રતા

Gujarat Schedule Caste Development Corporation દ્વારા આ ધિરાણ યોજના ચલાવવામાં આવે છે. જેનો મોટાભાગ નો સહયોગ NSFDC  આપે છે. NSFDC એટલે National Scheduled Castes Finance And Development Corporation થાય છે. વિવિધ ધિરાણ યોજનાના ઓનલાઈન ફોર્મ GSCDC Online Gujarat દ્વારા સ્વીકારવામાં આવે છે. Auto Rickshaw Loan Scheme યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

    ● લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.

  • અરજદાર અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષથી સુધી હોવી જોઈએ.

    ● અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

  • લાભાર્થીના કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં જોડાયેલ ન હોવા જોઈએ.
  • અરજદાર વાહન ચલાવવા માટેનું લાયસન્‍સ ધરાવતા હોવા જોઈએ.
  • અરજી કરનારે અગાઉ કોઈપણ સરકારી / અર્ધ સરકારી બેંકમાંથી લોન લીધેલી ન હોવી જોઈએ.  
  • અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

થ્રી વ્હીલર લોન યોજના મળતી લોનની રકમ

ગુજરાત અનુસુચિત જાતિ નિગમ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ધિરાણ યોજના હેઠળ 2,50,000/- લોન આપવામાં આવે છે.

થ્રી વ્હીલર લોન યોજનાનો વ્યાજદર

અનુસુચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા થ્રી વ્હીલર માટે લોન માટે વ્યાજદર નક્કી કરેલો છે. જે નીચે મુજબ આપેલો છે.

  • રીક્ષા લોન યોજના માટે વ્યાજનો દર ૩% રહેશે.
  • થ્રી વ્હીલરની યોજના માટે લીધેલ લોન નિયમિત હપ્તા પ્રમાણે પરત ભરવાની રહેશે.
  • આ ધિરાણ માટે નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2 % દંડનીય વ્યાજ લેવામાં આવશે.

થ્રી વ્હીલર લોન માટે જામીનદાર

Gujarat Anusuchit Jati Vikas Corporation Nigam દ્વારા આપવામાં આવતી આ ધિરાણ યોજના માટે કેટલીક પાત્રતા અને શરતો નક્કી થયેલી છે. આ લોન યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારે જામીનદારની વિગતો આપવાના રહેશે જેની વિગતો નીચે મુજબ છે.

  • રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની રકમના ધિરાણ યોજનાનો લાભ માટે એક જામીન આપવાના રહેશે.
  • રૂ.1,00,000/- થી વધુ રકમની લોન યોજનાનો લાભ મેળવવા માટે બે જામીન આપવાના રહેશે.
  • જામીનદાર સરકારી કે અર્ધસરકારી નોકરી હોવા જોઈએ.
  • લોનની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિના જામીન આપવાના રહેશે.
  • આ લોન માટે સ્થાવર મિલકત સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે.

Document Required for Three Wheeler Loan Scheme Gujarat

SC Nigam Loan Gujarat દ્વારા થ્રી વ્હીલર યોજનાના ચલાવવામાં આવે છે.અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન GSCDC New Registration પરથી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ online upload કરવાના રહેશે.

  • અરજદારનો ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડની નકલ, ડ્રાઈવીંગ લાઈસન્સ & પાનકાર્ડની પૈકી કોઈપણ એક)
  • અરજદારના આધારકાર્ડની નકલ
  • લાભાર્થીનો ઉંમરનો પુરાવો
  • અરજદારની જાતિનો પુરાવો
  • આવક અંગેનો દાખલો
  • લાભાર્થીના રહેઠાણનો પુરાવો
  • અરજદારનો ફોટો
  • અરજદારની સહીનો નમૂનો

 

Previous Post Next Post