GPSSB Talati Exam Postponed Notification 2023

 GPSSB Talati Exam Postponed Notification 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરીક્ષા જે 30 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે. આજે મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે માહિતી આપી હતી. આ બાબતે અનોખું પાસું એ છે કે યોગ્ય પરીક્ષા કેન્દ્રોની અછતને કારણે તલાટીની તારીખ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. આ અગાઉ તલાટીની પરીક્ષા તારીખ 30 એપ્રિલ નક્કી કરેલ હતી જે આજ રોજ આયોજિત તલાટી કસોટી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે.

 

તલાટીની પરીક્ષા 7 મેં ના રોજ લેવાશે

  • હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
  • તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
  • જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
  • કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે
  • જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી

GPSSB Talati Exams 2023

સંસ્થાનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
તલાટીની નવી પરીક્ષા તારીખ7મી મે, 2023
સત્તાવાર વેબસાઇટgpssb.gujarat.gov.in

 

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગત ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરેલ હતું જેમાં કુલ ૩,૯૧,૭૩૬ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા આપેલ હતી જેમાં મોટા પાયે વિધાર્થીઓ ગેર હાજર રહેલ હતા, આથી આ આવનાર તલાટી ની પરીક્ષા માટે પંચાયત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે દરેક ઉમેદવારે પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન આપવું પડશે. જે વિધાર્થીઓ કન્ફર્મેશન નહિ આપે તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે ગત પરીક્ષા માં માત્ર ૪૧% ઉમેવારો એ  જુનીયર ક્લાર્ક ની પરીક્ષા આપેલ હતી.

પંચાયત મંડળ દ્વારા  તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. જેમાં પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે

GPSSB Talati Exam Postponed Notification 2023 2

Previous Post Next Post