Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના


Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના

રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા Manav Kalyan Yojana 2023 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા.  આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.

આર્ટિકલનું નામ

Manav Kalyan Yojana


આર્ટિકલની ભાષા

ગુજરાતી અને અંગ્રેજી


લાભાર્થીની પાત્રતા

BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને


મળવાપાત્ર સહાય

નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય


અરજી પ્રક્રિયા

Online



Online Application Date

01 April 2023


Last Date

જાહેર થયેલ નથી.

 

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા (Eligibilty Creteria)

     આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
  • અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/- થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
  • જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.

·         Manav Garima Yojana Gujarat 2023 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમ

ટ્રેડનું નામ

1

કડિયા કામ

2

સેન્‍ટિંગ કામ

3

વાહન સર્વિસીંગ અને રિપેરીંગ

4

મોચીકામ

5

દરજીકામ

6

તકામ

7

કુંભારી કામ

8

વિવિધ પ્રકારની ફેરી

9

પ્લમ્બર

10

બ્યુટી પાર્લર

11

ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ

12

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

13

સુથારીકામ

14

ધોબીકામ

15

સાવરણી સુપડા બનાવનાર

16

દૂધ-દહિં વેચનાર

17

માછલી વેચનાર

18

પાપડ બનાવટ

19

અથાણા બનાવટ

20

ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

21

પંચર કીટ

22

ફ્લોર મિલ

23

મસાલા મિલ

24

રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

25

મોબાઈલ રિપેરીંગ

26

પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ)

27

હેર કટિંગ (વાળંદ કામ)

28

રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)


 

Previous Post Next Post