PMJAY: Ayushman Bharat Yojana 2023(આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

આયુષ્માન કાર્ડ આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. તે સરકારની દેખરેખ હેઠળ દર વર્ષે વધુમાં વધુ 5,00,000 રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. દેશમાં માત્ર ઓછી આવક ધરાવતા લોકો જ આ કાર્યક્રમ માટે પાત્ર છે.



Contact : 9265550411

Documents 

Documents Required to Apply For Ayushman Bharat Yojana Scheme 

Age & Identity Proof (Aadhaar Card/PAN Card) 

Contact details (mobile, address, email) 

Caste certificate. Income certificate (maximum annual income to be only up to Rs. ... Document proof the current status of the family to be covered (Joint or nuclear)

ration card.

people also ask : Can we use ayushman card in private hospital? With this card, you will be able to avail of cashless treatment and hospitalization under the Ayushman Bharat Yojana. This is a golden card that enables you to avail of the cashless benefits at any of the network hospitals. And this includes both public and private hospitals.

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય

આયુષ્માન ભારત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં વસતા તમામ ગરીબ અને B.P.L કાર્ડ ધરાવતા લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે Ayushman Bharat yojana અંતર્ગત મફતમાં સ્વાસ્થ્ય સારવાર મેળવી શકે છે. આયુષ્માન ભારત યોજના એ દેશના ૫૦ કરોડ જેટલા ગરીબ લોકોના સ્વાસ્થ્યને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગુજરાતમાં 44 લાખથી પણ વધુ ગરીબ પરિવારો ના 2.25 કરોડ નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મળશે. આ પોસ્ટમાં આપણે આયુષ્માન ભારત યોજના ( પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત નીચે મુજબના વિવિધ મુદ્દાઓ આવરી લેવા પ્રયત્ન કરશું.

  • આયુષ્માન કાર્ડ યોજના રજીસ્ટ્રેશન
  • આયુષ્માન કાર્ડ નાં ફાયદા
  • આયુષ્માન ભારત યોજના ફોર્મ
  • આયુષ્માન કાર્ડ ઑનલાઇન કેવી રીતે બનાવવુ?
  • આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ) આવક મર્યાદા
  • આયુષ્માન ભારત કાર્ડ હેલ્પલાઇન નંબર
  • આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ
  • આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ

PMJAY (આયુષ્માન ભારત યોજના વિશે માહિતી)


યોજનાનું નામPMJAY (આયુષ્માન ભારત યોજના)
ક્યા વિભાગ અંતર્ગત આવે છે ?આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ( ભારત સરકાર)
યોજનાની શરૂઆત૧ ફેબ્રુઆરી ૨૦૧૮ થી
મુખ્ય ફાયદાગંભીર રોગો માટે સ્વાસ્થ્ય સહાય વીમા કવચ
બજેટ૭૦૦૦-૮૦૦૦ કરોડ
અરજીઓનલાઈન
હેલ્પલાઇન નંબર૧૪૫૫૫/૧૮૦૦૧૧૧૫૬૫
ઓફિસિયાલ વેબસાઇટpmjay .gov.in

આયુષ્માન કાર્ડનાં ફાયદા

આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના 10.74 કરોડ જેટલા ગરીબ પરિવારોના 50 કરોડ જેટલા નાગરિકોને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા ની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે. આ માટે વર્ષ 2011/12 માં હાથ ધરવામાં આવેલ વસ્તી ગણતરીના સામાજિક અને આર્થિક આંકડાઓ મુજબ જે પણ પરિવારોનો ગરીબ પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અને પરિવારો બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે તમામ પરિવારનો આયુષ્માન ભારત યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓ નજીકની કોઈપણ સરકારી કે ખાનગીમાં આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આયુષ્માન કાર્ડ યોજના રજીસ્ટ્રેશન/ ફોર્મ/ આયુષ્માન કાર્ડ ઑનલાઇન કેવી રીતે બનાવવુ?

આયુષ્માન કાર્ડ ઓનલાઈન બનાવવા માટે કે રજીસ્ટ્રેશન માટે નીચે મુજબ નીચે મુજબ સ્ટેપ્સ અનુસરવા.

આયુષ્માન કાર્ડ યોજના રજીસ્ટ્રેશન

૧)સૌપ્રથમ WWW.PMJAY.GOV.IN પોર્ટલની મુલાકાત લો. ૨) ત્યારબાદ AM I ELIGIBLE પર ક્લિક કરો.

આયુષ્માન કાર્ડ ઑનલાઇન કેવી રીતે બનાવવુ?

૩) ત્યારબાદ login ની નીચે આપેલ વિભાગમાં તમારો મોબાઈલ નંબર અને કેપચા કોડ દાખલ કરો. ૪) Generate OTP પર ક્લિક કરો.OTP દાખલ કરી લોગીન કરો.

આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું. નામ કેવી રીતે તપાસવું

૫) ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરો.અહી તમે તમારું નામ કેટેગરી, નામ,HHD નંબર,રેશન કાર્ડ નમાબર અને મોબાઈલ નંબર વડે સર્ચ કરી શકો .

આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું. નામ કેવી રીતે તપાસવું

૬) અહી આપેલ વિવિધ શોધખોળ પરિણામોને આધારે તમે ચકાશી શકો છો કે તમારું નામ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે નહિ.નામ શામેલ હશે તો ૨૪ અંક નો HHID નંબર જોવા મળશે તે સાચવી રાખવી આયુષ્માન કાર્ડ કઢવતી વખેર જરૂર પડશે. ત્યારબાદ નજીકની હોસ્પિટલ કે CSC સેન્ટર પર જઈ તમે આયુષ્માન કાર્ડ કઢાવી શકશો.

Pmjay ( આયુષ્માન ભારત યોજના અન્વયે પાત્રતા માપદંડ/આવક મર્યાદા)

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના pmjay આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે આ યોજનાના માપદંડ અલગ અલગ રાખવામાં આવેલ છે. યોજનાની વિવિધ પૂર્વ શરતો છે. જે નક્કી કરે છે કે કોણ આ યોજનાનો લાભ મેળવી શકે.

PMJAY ગ્રામીણ પાત્રતા માપદંડ :

ગ્રામીણ ક્ષેત્ર માટે 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ નીચે મુજબની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે.

  • 16 થી 59 વર્ષની વયના કોઈ પુરુષ સભ્ય વગરનો પરિવાર
  • ભિક્ષુક અને ભિક્ષા પર જીવન જીવતા લોકો
  • 16 થી 59 વર્ષની વચ્ચેની કોઈ વ્યક્તિ ન હોય તેવો પરિવાર.
  • એવો પરિવાર કે જેમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ શારીરિક રીતે અશક્ત હોય.
  • ભૂમિ વિહીન પરિવાર, છૂટક મજૂરી પર પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય.
  • સફાઈ કામદાર પરિવારો.
  • એક ઓરડામાં કે કામ ચલાવ છત વગર મકાનમાં રહેતા પરિવારો
  • આદિમ આદિવાસી સમુદાયો

PMJAY(આયુષ્માન ભારત યોજના) શહેરી પરિવારો માટે પાત્રતા માપદંડ :

શહેરી વિસ્તારમાં વસતા પરિવારો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજના નો લાભ લેવા માટે નીચે મુજબના માપદંડો તેમજ પાત્રતા ધરાવતા પરિવારો આ યોજનાનો લાભ લઇ શકે છે.

  • ધોબી કે ચોકીદાર વ્યક્તિઓ
  • મિકેનિક ઇલેક્ટ્રીશન કે રીપેર કામદારો
  • સફાઈ કામદાર કે માડી
  • હસ્તકલા કારીગરો તેમજ ઘર આધારિત કારીગરો દરજી
  • હોકર્સ, શેરી ફેરીયાઓ, મોચીકામ કરતા વ્યક્તિ
  • બાંધકામ કારીગરો,કુલી ,વેલ્ડર ,ચિત્રકારો સુરક્ષા ગાર્ડ અને પ્લમ્બર કામ સાથે સંકળાયેલ વ્યક્તિઓ
  • વાહન વ્યવહાર સાથે સંકળાયેલા કામદારો જેવા કે રીક્ષા ચાલકો, ડ્રાઇવર, કંડકટર, હેલ્પર
  • નાની સંસ્થાઓ સાથે સંકળાયેલા પટાવાળા,ડિલિવરી બોય, દુકાનદાર વગેરે

નીચે મુજબના વ્યક્તિઓ પાત્રતા ધરાવી શકે નહિ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નીચે મુજબની વ્યક્તિઓ આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા નથી.

  • જે વ્યક્તિઓ ફોરવીલર થ્રી વ્હીલર કે ફિશિંગ બોટ ધરાવે છે.
  • યાંત્રિક રીતે ખેતીના સાધનો ધરાવતા હોય જેમકે ટ્રેક્ટર વિગેરે
  • 50000 રૂપિયાની કિસાન ક્રેડિટ લિમિટ ધરાવતો ખેડૂત પરિવાર.
  • સરકાર દ્વારા સંચાલિત બિન કૃષિ સાહસોમાં કામ કરતા વ્યક્તિઓ
  • 10000 થી વધારે માસિક આવક મેળવતા કુટુંબ પરિવાર.
  • રેફ્રિજરેટર ટીવી કે લેન્ડલાઈન કનેક્શન ધરાવતો પરિવાર.
  • મજબૂત અને પાકા મકાનો ધરાવતો પરિવાર.
  • 5 એકર તેથી વધુ ખેતીની જમીન ધારણ કરતા ખેડૂતો

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ (અમદાવાદ/રાજકોટ વિગેરે શહેરો)

આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલ તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી આ યોજનાનો લાભ મળશે.દેશના કોઈ પણ ખૂણે રહેતા ગરીબ પરિવારના લાભાર્થીઓ પોતાની ઘરની નજીકમાં જ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ ઉઠાવી શકે તે માટે ૯૦૦૦ થી વધુ હોસ્પિટલોને આયોજના સાથે જોડવામાં આવી છે. આ ખાનગી કે સરકારી હોસ્પિટલો નું લીસ્ટ જોવા માટે તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરી શકો.

સરકારશ્રીની મહિલા સશક્તિકરણ માટેની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમ અહીથી વાચી શકો છો.

૧) સૌપ્રથમ Pmjay.gov.in વેબસાઈટ ની મુલાકાત લો, ત્યારબાદ મેનુબારમાં આપેલ Find Hospital પર ક્લિક કરો.

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ
આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ યાદી જોવા માટેની રીત

૨) રાજ્ય ,જિલ્લો અને હોસ્પિટલ નો પ્રકાર પસંદ કરો.ત્યારબાદ તમે જે પણ રોગનું નિદાન કરવા માંગતા હોવ તે સ્પેશિયાલીટી પસંદ કરો,નીચે તે મુજબની PMJAY અંતર્ગત ની તમામ હોસ્પિટલ તમે જોઈ શકશો.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત અમદાવાદ, રાજકોટ,સુરત જેવા શહેરોના હોસ્પિટલ લિસ્ટ લીસ્ટ જોવા માટે રીત

આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ

આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે લાભાર્થીનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ નો ફોટો,રાશનકાર્ડ, મોબાઈલ નંબર તેમજ એચ.એસ.આઇ.ડી નંબર ની જરૂર પડશે.

માનવ લોહી તેમજ ફેફસામાં જોવા મળ્યા Microplastics નાં કણ: શુ તમે પણ ખોરાકની સાથે સાથે માઇક્રો પ્લાસ્ટિકસ તો નથી આરોગતા ને ?

આયુષ્માન યોજના હેઠળ આવરિ લેવામાં આવેલ રોગોની સૂચિ

આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ કઢાવ્યા બાદ નીચે મુજબના સૂચિમાં દર્શાવેલ ગંભીર બીમારીઓ માટે આ કાર્ડ આવરી લેવામાં આવેલ છે.

  • પ્રોસ્ટેટ કેન્સર
  • દાઝ્યા બાદ ટીશ્યુ વિસ્તરણ
  • સ્પાઇન ઇન્ફેક્શન
  • ખોપરી આધારિત શસ્ત્રક્રિયા
  • કોરોનરી ધામની બાયપાસ સર્જરી
  • ડબલ વાલ રિપ્લેસમેન્ટ કાર્તીઓડ
  • એનજીઓપ્લાસ્ટિ પલમોનરી વાલ રિપ્લેસમેન્ટ.

આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું. નામ કેવી રીતે તપાસવું ?

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત કોઈ સ્પેસિફિક નોંધણી પ્રક્રિયા અનુસરવાની થતી નથી પરંતુ વર્ષ 2011 માં રજૂ થયેલ secc આંકડા મુજબ તમે જોઈ શકો છો કે તમે આ યોજના માટે પાત્રતા ધરાવવો છો કે નહીં. આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું નામ ચેક કરવા માટે. સૌપ્રથમ PMJAY પોર્ટલની મુલાકાત લો અને ત્યારબાદ Am i Eligible પર ક્લિક કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી ઓટીપી જનરેટ કરો. ઓટીપી જનરેટ કર્યા બાદ તમારું રાજ્ય પસંદ કરી તમારું નામ, એચએસડી નંબર અને રેશનકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર દ્વારા શોધો, પીએમજેવાય યોજના માટે પાત્રતા ધરાવવો છો કે નહીં તે તમે આ રીતે ચેક કરી શકો છો.
અન્ય વૈકલ્પિક રીતે તમે આયુષ્માન ભારત યોજનાના કોલ સેન્ટર નંબર 1455 5 અથવા 1800 111 565 ડાયલ કરી માહિતી મેળવી શકો છો

આયુષ્માન ભારત કાર્ડ હેલ્પલાઇન નંબર

આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત વિવિધ માહિતી મેળવવા માગતા લાભાર્થીઓ 14555 અથવા 1800 11 565/18002331022 પર ફોન કરી આ યોજના વિશે માહિતી મેળવી શકે છે.

વારંવાર પૂછાયેલ પ્રશ્નો (Faq’s)

૧) આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે શું જોઈએ ?

આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે લાભાર્થીનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ નો ફોટો,રાશનકાર્ડ, મોબાઈલ નંબર તેમજ એચ.એસ.આઇ.ડી નંબરની જરૂર પડશે.

૨) આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત એચ એચ આઈ ડી (HHID)શું છે ?

વર્ષ 2011 માં કરવામાં આવેલ વસ્તી ગણતરી મુજબ એચ એચ આઈડી નંબર એ દરેક ફેમિલીને આપવામાં આવેલો એક નંબર છે. આ નંબર નો ઉપયોગ કરી તમે કાર્ડ કઢાવી આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકે છે

આયુષ્માન ભારત કાર્ડ માટે કોણ અરજી કરી શકે ?

જે લાભાર્થી ની ઉંમર 16 વર્ષથી ૫૯ વર્ષની હોય તે લાભાર્થી મિત્રો આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકે.

આયુષ્માન ભારત કાર્ડ હેઠળ ક્યાં લાભો મળવા પાત્ર છે ?

આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થી ને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફતમાં આપવામાં આવે છે.

Ayushman Bharat yojana(PMJAY) ની સતાવાર વેબસાઈટ શું છે ?

આયુષ્માન યોજનાની સતાવાર વેબસાઈટ Www.pmjay.gov.in છે.

જો કોઈ લાભાર્થીનું આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો શું થશે ?

આવા સમયે નજીકના CSC સેન્ટર પર જઈ તમે બીજું આયુષ્માન કાર્ડ બનાવી શકો.

Previous Post Next Post